આ મહિલાએ 100થી વધુ પરણિત પુરુષો સાથે બનાવ્યાં સંબંધ, કારણ ખુબ ચોંકાવનારું
એક મહિલાનું કહેવું છે કે તેને લગભગ 100 પરણિત પુરુષો સાથે અફેર હતું. ધ મિરરના રિપોર્ટ મુજબ લંડનમાં રહેતી આ 47 વર્ષની મહિલા ગ્વેનીથ લીએ આટલા બધા અફેર માટે પોતાના `ચીટિંગ જીન્સ`ને જવાબદાર ઠેરવ્યાં છે.
લંડન: એક મહિલાનું કહેવું છે કે તેને લગભગ 100 પરણિત પુરુષો સાથે અફેર હતું. ધ મિરરના રિપોર્ટ મુજબ લંડનમાં રહેતી આ 47 વર્ષની મહિલા ગ્વેનીથ લીએ આટલા બધા અફેર માટે પોતાના 'ચીટિંગ જીન્સ'ને જવાબદાર ઠેરવ્યાં છે. ગ્વેનેથ લીનું કહેવું છે કે લગ્ન પછી બાળકો થયા બાદ મહિલાઓ ઘર અને બાળકોની જવાબદારીમાં વ્યસ્ત થઈ જાય છે અને પતિઓને સમય આપતી નથી. આથી હું એવા પુરુષો સાથે સંબંધ બાંધીને તેમને ખુશી આપું છું.
મિરરના અહેવાલ મુજબ લીના પતિ રોબર્ટનું 10 વર્ષ પહેલા કેન્સરથી મોત થયું હતું. ત્યારબાદ તેણે આ કામ કરવાનું નક્કી કર્યું હતું. 47 વર્ષની ગ્વેથેન અત્યાર સુધીમાં 100થી વધુ પરણિત પુરુષો સાથે સંબંધ બનાવી ચૂકી છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube